પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના

પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન  યોજના  (પી.એમ.એસ.વાઈ.એમ )


                      નમસ્કાર દોસ્તો , આજે  આપણે ભારત સરકાર દ્વારા અમલ માં  મુકવામાં આવેલી એક નવી યોજના  "પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન" યોજના વિશે ની જાણકારી આપને આજની  આ પોસ્ટમાં  મેળવીશુ ,
મિત્રો,આ યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત "કોમન સર્વિસ સેન્ટર " (સી.એસ.સી.) મારફતે  અસંગઠિત કામદારો માટે , જેમની માસિક આવક  મહત્તમ 15000 હજાર સુધી છે. તેમને  વૃદ્ધાવસ્થા માં  એક નિશ્ચિત પેન્શન મળી રહે તે માટે લાગુ કરવામાં આવી છે.




"પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના વિશે  માહિતી "
  • ભારત સરકારે મુખ્ય મંત્રી શ્રમ યોગી માન-ધન (પી.એમ.-એસ.આઇ.એમ.) ના નામ હેઠળ અસંગઠિત કામદારો માટે એક પેન્શન યોજનાની રજૂઆત કરી છે, જેથી અસંગઠિત કામદારો માટે વૃદ્ધાવસ્થાને રક્ષણ મળે.
  • અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો રૂ. 15,000 / - સુધીનાં 18-40 વર્ષની ઉંમરના વયજૂથની સાથે જોડાયેલા છે.
  • ઉંમરના પ્રમાણે જેટલા પૈસા ગ્રાહકના બેન્ક માંથી દર મહિને કપાશે  તેટલા જ પૈસા સરકાર ગ્રાહક ની  પેંશન યોજના માં જમા કરશે, અને ગ્રાહક ની ઉમર 60 વર્ષની થશે ત્યારે તે 3,000 પેંશન નો હકદાર બનશે.


⇒ આ યોજનાનો લાભ કોણ લઇ શકે અને કોણ ના લઇ શકે .
  • આ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે 
  • આ યોજના અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજના છે 
  • 18 થી 40 વર્ષ સુધીના વ્યક્તિને આ યોજનાનો લાભ આપડે આપી શકીશું 
  • મહિનાની 15,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકશે 
  • નેશનલ પેંશન યોજના NPS, ESIC અને EPF જેવી યોજના અને ભારત સરકારમાં ટેક્સ ભરતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહિ લઇ શકે 
  • અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો વગેરે પ્રકારના લાભાર્થીઓ ને લાભ મળશે,
નોંધ :- આ યોજના ભારત સરકાર દ્વારા "કોમન સર્વિસ સેન્ટર " (સી.એસ.સી.) ખાતે  ઉપલબ્ધ  કરાવવામાં  આવે છે.


મિત્રો , તમને આપવામાં આવેલી માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં જણાવો , અને  અમારી  આ પોસ્ટ પસંદ આવી હોય તો  આપના મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા , જય  ગરવી ગુજરાત 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ