પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેમાં મધ્યમ તેમજ મધ્યમ શ્રીમંત ખેડુત ને આ યોજનામાં લાભ મળવા પાત્ર છે. તેમને ચાર મહિને 2 બે હજાર આર્થિક સહાય સરકાર દ્વારા સીધા ખેડૂતના બેંકમાં જમા કરવામાં આવશે, આમ આખા વર્ષ દરમિયાન ત્રણ વખત રૂપિયા બે હજારની ચુકવણી કરવામાં આવશે,
લાભ મેળવવા માટે ખેડૂતની પાત્રતા
1) 2 હેકટર (5 એકર) થી નાના ખેડૂતને દર વર્ષે 6000/- રું. પ્રમાણે વર્ષના 4 મહિને 2 હજારનો એક હપ્તો એમ ત્રણ હપ્તાથી કુલ વાર્ષિક 6000/- મળશે...
2) સંયુક્ત ખાતામાં 2 હેકટર કરતા વધુ જમીન હોય પરંતુ 18 વર્ષથી ઉપરના નામો*વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક ખાતેદારને 2 હેકટર કરતા ઓછી જમીન આવતી હોય તો તે દરેક ખાતેદારને અલગ અલગ 6000/- રૂ ની વાર્ષિક સહાય મળશે...
(પતિ - પત્ની અને સગીર બાળકો ને એક જ કુટુંબ માં વ્યાખ્યાયિત કરેલ હોઈ 6000/- જ મળશે,તેમને અલગ અલગ નહિ મળે )
3)ધારો કે એક 7.5 હેકટર જમીન વાળા ખાતામાં દાદા- દાદી, માતા- પિતા, તથા ત્રણ પુખ્ત ભાઈ- બહેન અને એક સગીર પુત્ર એમ 8 નામ હોય તેવા કિસ્સામાં...
૧)દાદા- દાદીનું એક કુટુંબ ગણી 6000/-
૨)માતા-પિતા ,સગીર પુત્રનું એક કુટુંબ ગણી તેને 6000/-
૩) ત્રણે ય પુખ્ત ભાઈ- બહેન ના અલગ અલગ ત્રણ કુટુંબ ગણી 6000×3 =18000/- એટલે કે એક જ ખાતામાં 5 પરિવાર હોય જમીન 7.5 હેકટર હોઈ દરેક પરિવારના ભાગે 1.5 હેકટર જમીન આવતી હોઈ આ પાંચે ય પરિવારને 6000×5 =30000/- રુ ની સહાય એક જ સંયુક્ત ખાતું હોય તો પણ આ યોજના અન્વયે મળવા પાત્ર છે.
4)બે હેકટર કરતા ઓછી જમીન હોય અને સંયુક્ત ખાતામાં ઉપર જણાવ્યા પ્રમાણે એક કરતાં વધારે કુટુંબનો સમાવેશ થયેલ હોય તો પણ અલગ અલગ બધા કુટુંબને 6000/- પ્રમાણે સહાય મળવા પાત્ર છે...
5)એક કે વધુ ખાતાથી, એક કે વધુ ગામો માંથી 2 હેકટર કરતા વધુ જમીન થતી હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી..વર્ગ-3 કે ઉપલી કક્ષાના અધિકારી - કર્મચારી , 10000/- થી વધુ પેન્સન મેળવતા હોય, આવકવેરો ભરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી...
લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ..
1)બેન્ક પાસબુકની ઝેરોક્સ(ખાતામાના તમામ નામોના)
2)આધારકાર્ડની ઝેરોક્સ(ખાતામાંના તમામ નામોના)
3)એકરારનામું
4) મોબાઈલ નંબર

0 ટિપ્પણીઓ