CSC સેન્ટર માટે ( Tele centre Entrepreneur Course )
સી.એસ.સી. ચલાવતા વી.એલ.ઈ. મિત્રો,
સરકારી સેવાઓનો લાભ ગ્રામીણ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સરકારે સી.એસ.સી. સેન્ટર દરેક શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવ્યાં છે. શરૂઆતમાં કોઈ પણ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ની જરૂર હતી નહીં, પરંતુ વધતા જતાં સી.એસ.સી. સેન્ટર ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સી.એસ.સી. ચલાવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન સેર્ટિફિકેટ ને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી જે વી.એલ.ઈ. મિત્રો
ખરેખર સી.એસ.સી.માં કામ કરે છે, તેમને ફાયદો થાય અને તેમને સારી માસિક આવક મળી રહે તેવા પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે. અને જે સી.એસ.સી. માં કામ નથી કરતા તેમના આઈ.ડી. પાસવૉર્ડ બ્લોક કરી શકાય, જે મિત્રોને પોતાની સી.એસ.સી આઈ.ડી. પાસવર્ડ બ્લોક થતા બચાવવા હોય તો તેમની પાસે પણ હવે એક જ રસ્તો છે, જે ટી.એસ.સી. કોર્સમાં રજીસ્ટ્રેશન કરી ને સિર્ટીફીકેટ મેળવી લેશે તે પોતાની આ.ડી. બ્લોક થતા અટકાવી શકશે ,
તો ચાલો દોસ્તો આ કોર્સમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ,
💐દરેક વિએલઈ મિત્રોએ ટીએસસીના (Tele centre Entrepreneur Course ) કોર્સ માટે આપ્લાય કરવાનુ છે .
💐TEC એ CSC ની ફરજીયાત સર્વિસમાની એક સર્વિસ છે .
💐જેની ફી પહેલા 1000 રુપીયા હતા હવે તે ફક્ત 11.80 રૂપીયામા જ થાય છે .
💐TEC મા CSC ની તમામ સર્વિસની જાણકારી ઉપલ્બ્ધ કરવામાં આવી છે.જેના થકી તમે તે સર્વિસ વિશે જાણકારી મેળવી શકો છો .
💐આ કોર્ષ પુર્ણ થયે તમને તેનુ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે .
💐TEC એ CSC ચલાવવા માટેના લાઈસંન્સ્ બરાબર છે .
💐TEC અપ્લાય કરતી વખતે 1 પાસ પોર્ટ સાઈઝ ફોટો ઉપલોડ કરવાનો રહેશે .
💐અપ્લાય કરવાની લીંક http://www.cscentrepreneur.in છે , આ ઉપરાંત DIGITAL SEWA પોર્ટલમાથી EDUCATION સર્વિસમા જઈ ( Tele centre Entrepreneur Course ) જઈ અપ્લાય કરવાનુ રહેશે
દરેક મિત્રો ધ્યાન રહે આ ઓફર માર્યાદિત સમય માટે જ છે, જેથી દરેક મિત્રોએ આ કોર્સનો
વધારે માં વધારે પ્રમાણમાં લાભ લે તે આવશ્યક છે,
તેમજ સી.એસ.સી. ની તમામ સર્વિસ વિશે આ કોર્સમાં ખુબ જ આવશ્યક માહિતી અને સચોટ માહિતી આપવામાં આવેલી છે, ટૂંકમાં એમ પણ કહી શકાય કે સી.એસ.સી. ની સર્વિસ રોલ આઉટ કરવા માટે પૂરતું પ્રેક્ટિકલ અને ટ્રેનીંગ સમાન ગણી શકાય છે.
0 ટિપ્પણીઓ