કિસાન ક્રેડિટ કાર્ડ રજિસ્ટ્રેશન, KCC online



કિસાન ક્રેડિટ કાર્ડ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ પ્રમાણે માહિતી ફોર્મમાં ભરો.

⇒ કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ ગુજરાતીમાં  મેળવવા માટે ક્લિક કરો.

‌કિસાન ક્રેડિટ કાર્ડ ના હોમ પેઝ પર ના મેનુ માંથી  APPLY NEW KCC  પર ક્લિક કરો.
‌ત્યારબાદ ખેડૂતનો આધાર કાર્ડ નંબર નાખો. (નોંધ:- કિસાન સમ્માન નિધિ યોજનામાં જે લાભાર્થીઓ ના નામ હશે તે જ ખેડૂત મિત્રો ઓનલાઇન ફોર્મ ભરી શકશે)
‌આધાર કાર્ડ નંબર નાખીને સબમિટ પર ક્લીક કરો.ડેટા વેરિફિકેશન થઈને એક ફોર્મ ખુલશે. જેમાં PM-KISAN ID, ખેડૂતનું નામ, મોબાઈલ નંબર, બેંક નો ખાતા નંબર, બેંક IFSC કોડ, રાજ્ય, જિલ્લો, તાલુકો,ગામ, આ બધી ડિટેલ ભરેલી હશે, જે તમારે વેરીફાઈ કરવાની રહેશે.

⇨ TYPES OF KCC  પર તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, જે આ પ્રમાણે હશે,

1. ISSUE OF FRESH KCC :-
નવું કિસાન ક્રેડિટ કાર્ડ ઇંસુ કરવા માટે

2. ENHANCEMENT OF EXISTING LIMIT
   કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટે

3. ACTIVATION OF INOPERATIVE KCC ACCOUNT
    કિસાન ક્રેડિટ કાર્ડ બંધ હોય તો તેને ફરીથી ચાલુ કરવા માટે

Particulars of the applicant:-

1. Name of the applicant
અહીં તમારે ખેડૂતનું નામ લખવાનું રહેશે.

2. Account No (PM Kisan Beneficiary)
અહીં PM કિસનના લાભાર્થીનો બેંક ખાતા નંબર આપવો.

3. ત્યારબાદ PMSBY ( પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના) અને  PMJJBY ( પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના) માં જો બેંકમાં પહેલેથી વીમો ચાલુ હોય તો  NO પર ટિક કરવું અને જો તમારે વીમા નો લાભ લેવો હોય તો YES પર ટિક કરવું . (નોંધ:- બંને વીમા યોજનામાં આ રીતે ટિક કરી દેવું, જે દર વર્ષે તમારા બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થઈ જશે.)


Details of existing loans , if any:-

( અહીં ખેડૂતની આગળની કોઈ લોન જમીનના તારણ માં બતાવતી હોય અને તે પુરી ના કરી હોય તો જ અહીં માહિતી ભરવાની રહેશે, બાકી લોન ના હોય તો અહીં કંઈ પણ વિગત ભરવાની નથી)

1. Bank/ Co-operative Bank/ Other Sources
બેંક અથવા કૉ. ઓ. સોસાયટી નું નામ

2. Branch Name
બેંક જ્યાં છે તે ગામ અથવા શહેરનું નામ

3. Facility (KCC/ ATL)
બેન્કમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ અથવા અન્ય કોઈ કાર્ડ આપ્યું છે તેની વિગત

4. Outstanding (Rs).
ખેડૂતે લીધેલ લોનની બાકી રકમ કેટલી છે તે નાખો.

5. Overdues, if any (RS)
લૉન લીધી હોય અને તેનો સમય વીતી ગયો હોય તો અથવા બાકી લૉન અને પેનલ્ટી સાથે ની રકમ ની વિગતો

Particular of total land holdings of the applicant and crop.

1. Name of The Village
ગામ અથવા શહેર નું નામ

2. Survey/Khara No.
સર્વે અથવા ખાતા નંબર

3.Title ( અહીં ત્રણ ઓપ્શન આપેલા છે જમીન પોતાની, ભાગીદાર કે ભાડા ની છે તેની વિગતો આપવી. )
    I. Owned
       પોતાની
    II. Leased
        ભાડા પેઠે લીધેલ
    III. Share Cropper
         વહેંચણી કરેલ

4. Area in acres
જમીનનો વિસ્તાર એકર માં લખવો

Name of crop to be grown (  અહીં ત્રણ ઓપ્શન આપેલા છે, જે સીઝનમાં પાકનું વાવેતર કરતા હોય તેની વિગતો આપવી)
   I. Kharif Corps
     ચોમાસુ પાક
   II. Rabi crops
       શિયાળુ પાક
    III. Other crop
         અન્ય પાક

KCC to Fisheries and animal Husbandry Farmers

1. Name of  village
  ગામ અથવા શહેર નું નામ

2. Total productive dairy animals
   કુલ દૂધ આપતા ગાય કે ભેંસની વિગતો

3. Total sheep & Goat
    કુલ ઘેટાં અને બકરાં ની વિગત

4. Inland Fisheries & Aquaculture
    મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર

5. Total pigs
    કુલ સુવર

6. Total poultry
    કુલ મરઘાં

7. Marine Fisheries & Mariculture
મરીન ફિશરીઝ એન્ડ મેરીકલ્ચર

8. Other
    અન્ય

Security proposed to be offered ( સુરક્ષાની દરખાસ્ત માટે, કિસાન ક્રેડિટ કાર્ડ 1.60 લાખ સુધી કોઈ સિક્યુરિટી આપવાની જરૂર નથી તેથી અહીં N/A કરી લખી નાખો.)

1. Particulars of primary security offered
    પ્રાથમિક સુરક્ષા માટે વિગતો

2. Particulars of collateral security ( where applicable)
     જમીનગીરીની વિગતો ( જો લાગુ પડતું હોય તો)


Signature / Thumb impression of borrowers
સહી અથવા અંગુઠા નું નિશાન

તો મિત્રો તમે આ રીતે  KCC  નું ફોર્મ ભરી શકો છો, મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો ? મને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ